સુષુપ્ત અવસ્થા માં રહેલા આ બ્લોગ ને જીવંત કરવા નો પ્રયત્ન કરું છું. બે કિસ્સા બન્યા થોડા દિવસ પહેલા
અહી Edison માં નવી restaurant ખુલી સંકલ્પ જેના ઢોસા અમદાવાદ માં બહુ famous છે તો એનો સ્વાદ લેવા હું અને મારી wife જમવા ગયા. સરસ ટેસ્ટ હતો અમદાવાદ ની યાદ આવી ગઈ. અમારી પાછળ એક family હતું એમાં અમેરીકાન lady , બે નાના ટાબરિયા અને એક ઉમર લાયક ઇન્ડિયન aunty હતા. જોઈ ને લાગતું હતું કે aunty સાસુ છે અને પેર્લી અમેરીકાન lady એમના દીકરા ની વહુ છે. નાનું ટાબરિયું બહુ રડા-રડ કરી રહ્યું હતું અને પેલી lady એને શાંત કરવા નો પ્રયત્ન કરી રહી હતી. પછી આખરે કંટાળી ને એ લોકો એ જમવાનું pack કરાવી દીધું અને પેલી lady ટાબરયા ને લઇ ને restroom માં ગઈ. પેલા aunty સામે જોઈ ને મેં smile આપી તો મારી પાસે આવ્યા અને કહ્યું “આપ કહા સે હો” મેં કીધું ગુજરાત સે. પછી કહે આપ કી wife? મેં કીધું વો ભી ગુજરાત સે હૈ. (એને એટલે પૂછ્યું કદાચ કે મારી wife હિજાબ પહેરે છે તો ઈરાનિયન કે અરબિક હોય એવી લાગે હશે 🙂 ) તો aunty કહે કે કિસ્મત વાલે હો…હમારી બહુ દેખો…ઇન્ડિયન સે હી શાદી કરની ચાહિયે .. એક તરફ પેલી lady ને જોઈ ને લાગતું હતું કે એ છોકરા ઓ ને બહુ સારી રીતે રાખી રહી છે અને એની સાસુ ને લઇ ને હોટેલ માં જમવા પણ આવી છે તો પણ સાસુ એટલે સાસુ.
બીજો કિસ્સો એવો બન્યો કે મારા દોસ્તો એક વાર apartment ની બહાર ઉભા વાતો કરી રહ્યા હતા….એમાં કેટલા South Indian પણ હતા. એવામાં એક African American lady આવી હશે તો એક South Indian એ બીજા ને તેલુગુ માં કઈક કહ્યું. જે અમને પણ ના ખબર પડી પણ પેલી lady એ સામે તેલુગુ માં જવાબ આપ્યો તો સોપો પડી ગયો. African American lady અને તેલુગુ? પછી એ lady એ કીધું કે My mother is from south India. New jersey માં એમ પણ ગુજરાતી બોલવામાં ધ્યાન રાખવું પડતું હોય છે કેમ કે ગોરા ઓ ને થોડી ખબર પડતી હોય છે એમાં તેલુગુ પણ આવી ગયું હવે.
Leave a comment