Feeds:
Posts
Comments

કાલે રાત્રે ૧૨.૩૦ ના મોબાઈલ ફોન ની રીંગ વાગી. મારા ખાસ મિત્ર આબિદ નો ફોને હતો. એણે પૂછ્યું “સો રહા થા?” મેં કીધું હા રાત કે ૩ બજે હૈ. મને time ની ખબર નહોતી. આબિદ એ કીધું “એક news દેને થે. અપના વો અશ્ફાક હૈ વો ગુઝર ગયા ” “ક્યાં ???? ”  મને એકદમ shock લાગ્યો. અશ્ફાક મારો પાડોશી અને બચપણ નો મિત્ર. અમે સાથે મોટા થયા. મારા થી એકાદ વર્ષ નાનો હશે એટલે અત્યારે ૩૨ નો હશે (હતો). “ક્યાં હુઆ અચાનક” મેં પૂછ્યું “સુબહ મેં બાથરૂમ ગયા ઔર વહી ચક્કર આયે ઔર ગીર ગયા. હોસ્પિટલ લે ગયે તો બોલે ગુઝર ગયા હૈ”. હું સદમા માં આવી ગયો. ઊંઘ ઉડી ગઈ અને મારી નઝર સામે એનો ચહેરો આવી ગયો. આશ્ફાક smart  handsome અને હ્રીતિક જેવો દેખાવ માં. ચાર બહેનો નો એક ભાઈ. એને એક દીકરી ૪ વર્ષ ની અને દીકરો ૬ મહિના નો. એના father ની અમારા ફ્લેટ માં મટન શોપ હતી. ૧૦-૧૨ વર્ષ પહેલા અચાનક એ ગુઝરી ગયા હતા. નખ માં પણ રોગ નહિ પણ હાર્ટ-અટેક આવ્યો હતો.  અશ્ફાક એ વખતે નીરમાં માં mechanical engineering માં હતો અને બધી બહેનો કુવારી હતી. તો એણે ભણવાનું મૂકી દીધું અને એના father ની શોપ સંભાળી લીધી. ઉપરવાલા ની મહેરબાની થી બધી બહેનો ના સારી જગ્યા એ marriage થઇ ગયા. પછી એણે  marriage કર્યા. ઘણું બધું છે  પણ બધું લખી શકાય એમ નથી.

અચાનક એ બધા ને છોડી ને જતો રહ્યો. અલ્લાહ એને જન્નત નસીબ કરે.

Advertisements

બે કિસ્સા …..

સુષુપ્ત અવસ્થા માં રહેલા આ બ્લોગ ને જીવંત કરવા નો પ્રયત્ન કરું છું. બે કિસ્સા બન્યા થોડા દિવસ પહેલા

અહી Edison માં નવી restaurant ખુલી સંકલ્પ જેના ઢોસા અમદાવાદ માં બહુ famous  છે તો એનો સ્વાદ લેવા હું અને મારી wife જમવા ગયા. સરસ ટેસ્ટ હતો અમદાવાદ ની યાદ આવી ગઈ. અમારી પાછળ એક family હતું એમાં અમેરીકાન lady , બે નાના ટાબરિયા અને એક ઉમર લાયક ઇન્ડિયન aunty હતા. જોઈ ને લાગતું હતું કે aunty સાસુ છે અને પેર્લી અમેરીકાન lady એમના દીકરા ની વહુ છે. નાનું ટાબરિયું બહુ રડા-રડ કરી રહ્યું હતું અને પેલી lady એને શાંત કરવા નો પ્રયત્ન કરી રહી હતી. પછી આખરે કંટાળી ને એ લોકો એ જમવાનું pack કરાવી દીધું અને પેલી lady ટાબરયા ને લઇ ને restroom માં ગઈ. પેલા aunty સામે જોઈ ને મેં smile આપી તો મારી પાસે આવ્યા અને કહ્યું “આપ કહા સે હો” મેં કીધું ગુજરાત સે. પછી કહે આપ કી wife? મેં કીધું વો ભી ગુજરાત સે હૈ. (એને એટલે પૂછ્યું કદાચ કે મારી wife હિજાબ પહેરે છે તો ઈરાનિયન કે અરબિક હોય એવી લાગે હશે 🙂 ) તો aunty કહે કે કિસ્મત વાલે હો…હમારી બહુ દેખો…ઇન્ડિયન સે હી શાદી કરની ચાહિયે .. એક તરફ પેલી lady ને જોઈ ને લાગતું હતું કે એ છોકરા ઓ ને બહુ સારી રીતે રાખી રહી છે અને એની સાસુ ને લઇ ને હોટેલ માં જમવા પણ આવી છે તો પણ સાસુ એટલે સાસુ.

બીજો કિસ્સો એવો બન્યો કે મારા દોસ્તો એક વાર apartment ની બહાર ઉભા વાતો કરી રહ્યા હતા….એમાં કેટલા South Indian પણ હતા. એવામાં એક African American lady આવી હશે તો એક South Indian એ બીજા ને તેલુગુ માં કઈક કહ્યું. જે અમને પણ ના ખબર પડી પણ પેલી lady એ સામે તેલુગુ માં જવાબ આપ્યો તો સોપો પડી ગયો. African American lady અને તેલુગુ? પછી એ lady એ કીધું કે My mother is from south India. New jersey માં એમ પણ ગુજરાતી બોલવામાં ધ્યાન રાખવું પડતું હોય છે કેમ કે ગોરા ઓ ને થોડી ખબર પડતી હોય છે એમાં તેલુગુ પણ આવી ગયું હવે.

Ahmedabad HD

http://www.youtube.com/user/AhmedabadHD

આ ભાઈ એ સારું કામ કર્યું છે અમારા જેવા લોકો જે અમદાવાદ ને યાદ કરે છે એમની માટે. આભાર.

આ Video જોવા જેવો છે ખાસ કરી ને.

ઘણા સમય બાદ લખી રહ્યો છું. Krunal અને Kartik નો આભાર જેમણે મને કહ્યું કે લખો 🙂

છેલ્લા ૫ વર્ષ  થી  હું  એક  જ  જગ્યા એ નોકરી કરું છું અને એક જ રસ્તે office જાઉં છું. આમ તો રસ્તો ૨૦ minute નો છે પણ ઘણી વખત કંટાળો આવે છે. સારું છે કે મેં થોડું wiring કરી ને મારું zune કાર માં direct વાગે એવું setting કર્યું છે એટલે  favorite songs સાંભળી ને  રસ્તો  પસાર  થઇ  જાય  છે. થોડા  સમય  પહેલા  મેં  nokia n95 થી  આ  videos લીધા  હતા  અને  youtube પર  upload કાર્ય  હતા. નવરા નવરા કઈ ને કઈ ગતકડા કરતો હોઉં છું. 🙂  બે video અહી મુકું છું. આમ તો કઈ ખાસ નથી આ વીડિઓ માં પણ New jersey નો નાનો area જોઈ શકો છો.

“કેમ સખી” ગીત મને બહુ ગમે છે પણ એના વિષે માહિતી નથી તો જો કોઈ ને ખબર હોય તો જણાવવા વિનંતી છે.એના શબ્દો બહુ જ સરસ છે.

Happy Diwali & Happy new year

To All,

Wishing you Happy Diwali and Happy new year.

Eid Mubarak

Eid Mubarak to All

અલવિદા અલવિદા માહે રામઝાન…

રમઝાન મહિનો પુરો થવાની તૈયારી છે. અમદાવાદ મા આ સમયે ફકિર લોકો ગાતા હોય છે..અલવિદા અલવિદા માહે રામઝાન…
…એવુ લાગે કે કૈક છુટી રહ્યુ છે…આખો મહિનો ખરાબ આદતો થી દુર રહ્યા હોઇયે…રોઝા (ઉપવાસ) કર્યા હોય, નમાઝ પાબન્ધિ થી પઢિ હોય…અને હવે પાછા routine પર આવા નુ…રમઝાન મા એવુ લગે કે આજ routine આખુ વર્ષ રહેવુ જોઇયે …obviously ઉપવાસ સીવાય નુ

બધ ભાઇઓ ને advance મા ઈદ મુબારક… આશા રાખીયે કે રમઝાન ની જેમ પાબન્ધિ થી આખુ વર્ષ નમાઝ પઢિયે